દેવાગ્રસ્ત બોઇંગમાં 17,000 કર્મચારીઓની હકાલપટ્ટી

દેવાગ્રસ્ત બોઇંગમાં 17,000 કર્મચારીઓની હકાલપટ્ટી

દેવાગ્રસ્ત બોઇંગમાં 17,000 કર્મચારીઓની હકાલપટ્ટી

Blog Article

દેવાના બોજ હેઠળ દબાયેલી અમેરિકાની વિમાન ઉત્પાદક કંપની બોઇંગે બુધવારે જણાવ્યું હતું કે કંપની વૈશ્વિક સ્તરે 17,000 નોકરીઓ અથવા 10 ટકા સ્ટાફમાં કાપ મૂકવાની યોજનાના ભાગરૂપે બુધવારે કર્મચારીઓને છુટા કરવાની નોટિસ આપવાનું ચાલુ કરશે.

આ અઠવાડિયે નોટિસ મેળવનાર યુએસ સ્ટાફ ફેડરલ નિયમોને કારણે જાન્યુઆરી સુધી બોઇંગના પેરોલ પર રહેશે. આ નિયમો મુજબ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકતા પહેલા 60 દિવસની નોટિસ આપવી પડે છે.

બોઇંગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અગાઉની જાહેરાત મુજબ, અમે અમારી નાણાકીય વાસ્તવિકતા અને પ્રાથમિકતાઓના ધ્યાનમાં રાખીને સ્ટાફરમાં એડજસ્ટમેન્ટ કરી રહ્યાં છે. આ પડકારજનક સમયમાં અમારા કર્મચારીઓને સમર્થન મળે તેની ખાતરી કરવા અમે પ્રતિબદ્ધ છીએ.

અમેરિકામાં 33,000થી વધુ કર્મચારીઓની 53 દિવસ લાંબી હડતાલ પછી નવા સીઇઓ કેલી ઓર્ટબર્ગ હેઠળ બોઇંગ તેના સૌથી વધુ વેચાતા 737 MAXના ઉત્પાદનને પુનઃજીવિત કરવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે આ નોટિસ આવી છે. વેસ્ટ કોર્ટ વર્કરની હડકાલથી તેના કોમર્શિયલ જેટનું ઉત્પાદન અટકી પડ્યું હતું. મેક્સ વિમાનો કંપની માટે સૌથી વધુ આવક ઊભી કરે છે.

આકાશમાં 737 MAX જેટની ડોર પેનલ ઉડી ગયા પછી આ વર્ષે એક પછી બીજી કટોકટીનો સામનો કરી રહી છે. આ પછી સીઇઓની વિદાય થઈ હતી. સેફ્ટી ધોરણોની તપાસ બાદ ઉત્પાદન ધીમું પડ્યું હતું. આ ઉપરાંત તેના સૌથી મોટી કર્મચારી યુનિયને 13 સપ્ટેમ્બરે હડતાલ ચાલુ કરી હતી. આ હડતાલ 5 નવેમ્બરે પૂરી થઈ હતી.

Report this page